Skip to main content
Settings Settings for Dark

દેશના 200 જીલ્લાઓમાં આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ મેળાઓનું આયોજન

Live TV

X
  • સમગ્ર દેશના 200 જીલ્લાઓમાં આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ મેળાઓ યોજાઇ રહ્યા છે. કેન્દ્રિય કૌશલ્ય વિકાસ મંત્રાલયના ઉપક્રમે યોજાનાર આ મેળામાં વિવિધ ક્ષેત્રની કંપનીઓ ભાગ લઇ રહી છે. આ મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ apprenticeshipindia.gov.in આ વેબસાઇટ ઉપર નોંધણી કરાવવાની રહેશે. ધોરણ 12 સુધીના અભ્યાસ કરેલા અથવા કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર સહિત સ્નાતક કક્ષા સુધીના પ્રમાણપત્રો ધરાવતા યુવાનો આ મેળામાં ભાગ લઇ શકશે. કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ અતુલ કુમાર તિવારીએ જણાવ્યું છે કે, ભારતના યુવકો માટે આ પ્રકારના મેળા ઉદ્યોગો સાથે જોડાવવા અને ઉદ્યોગોને અનુકૂળ તાલીમ મેળવવા માટેની એક સારી તક છે. સમગ્ર દેશમાં દર મહિને બીજા સોમવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ મેળાઓ યોજવામાં આવે છે. આ મેળામાં પસંદગી પામનાર ઉમેદવારોને નવું કૌશલ્ય મેળવવા માસિક સ્ટાઇપેન્ડ સાથે તાલીમ આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply