Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે ચંદીગઢ ખાતે વાયુ સેનાના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે ચંદીગઢ ખાતે વાયુ સેનાના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતીય વાયુસેના અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ વચ્ચે ગયા વર્ષે થયેલી સમજૂતી હેઠળ આ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરાઇ છે. આશરે 17 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ હેરિટેજ સેન્ટરમાં મ્યુરલ અને મોડેલ દ્વારા ભારતીય હવાઇદળે વર્ષ 1965, 1971, કારગીલ યુદ્ધ અને બાલાકોટ હુમલામાં કરેલી કામગીરીની માહીતી આપવામાં આવી છે.  આ ઉપરાંત અહીં વિવિધ વિમાનોના મોડેલ, એરો એન્જિન અને શસ્ત્રો પ્રસ્તુત કરાયા છે. સેન્ટરમાં હોલોગ્રામ, વર્ચ્યુઅલ રીયાલીટી અને ઇન્ટર એકટીવ કિયોસ્ક દ્વ્રારા મુલાકાતીઓને માહીતી આપવામાં આવે છે. 
    આ ઉપરાંત સિમ્યુલેટરની મદદથી મુલાકાતીઓ પ્રત્યક્ષ ઉડ્ડયનનો અનુભવ મેળવી શકે છે. સેન્ટરના એક વિભાગમાં ભારતીય વાયુસેનાના બહાદુર જવાનોએ વિવિધ સંકટોમાં કરેલી રાહત અને બચાવ કામગીરીની માહીતી આપવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply