બંગાળની ખાડીમાં ઉભું થયેલું હળવું દબાણ 9મી મે સુધીમાં હવાના ભારે દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના
Live TV
-
બંગાળની ખાડીમાં ઉભું થયેલું હવાનું હળવું દબાણ આવતીકાલ 9મી મે સુધીમાં હવાના ભારે દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવાનું હળવું દબાણ વાયવ્ય દિશામાં આગળ વધીને ઉત્તર આંદામાન દરિયાઇ વિસ્તારમાં આગળ વધે તેવી સંભાવના છે. આની અસર સ્વરૂપે આજથી આવતીકાલ સુધી દરિયો તોફાની થવાની સંભાવના છે. માછીમારો અને નાની બોટોને બંગાળની ખાડીમાં અગ્નેય દિશામાં અને ખાસ કરીને આંદામાનની આસપાસના દરિયાઇ વિસ્તારમાં ન જવાની સૂચના અપાઇ છે.
