Skip to main content
Settings Settings for Dark

દેશના 27મા નૌસેના પ્રમુખ તરીકે એડમિરલ ક્રિષ્ણા સ્વામીનાથને કાર્યભાર સંભાળ્યો

Live TV

X
  • દેશના 27મા નૌસેના પ્રમુખ તરીકે એડમિરલ ક્રિષ્ણા સ્વામીનાથને રવિવારે કાર્યભાર સંભાળી લીધો. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના જીવનનો દરેક દિવસ નૌસેનાને વધુ સારી, મજબૂત, ઝડપી અને વધુ અસરકારક બનાવવામાં લગાવશે, જેથી તે રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય વિકાસના હિતોની સેવા કરી શકે. તેમની સૌથી મોટી પ્રાથમિકતા એ રહેશે કે ભારતીય નૌસેના ઓપરેશનલ તૈયારી અને લડાઈમાં અસરકારકતાનું સર્વોચ્ચ સ્તર જાળવી રાખે, જેથી તે દેશની સુરક્ષા અને આર્થિક હિતોનું રક્ષણ કરી શકે.

    તેમણે નેશનલ વૉર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને સાઉથ બ્લોક લૉન્સમાં ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું. એડમિરલ ક્રિષ્ણા સ્વામીનાથને જણાવ્યું કે, `ભારતીય નૌસેના સંયુક્તતા, આત્મનિર્ભરતા અને સ્વદેશીકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, જેના પર મારું મુખ્ય ધ્યાન કેન્દ્રિત રહેશે. ભારતીય નૌસેનાને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પ્રોફેશનલ માનવામાં આવે છે, તેથી તમામ કર્મચારીઓનું કલ્યાણ, વ્યાવસાયિક પ્રદર્શન અને વ્યક્તિગત વિકાસ મારા માટે સૌથી વધુ મહત્વ ધરાવશે.' તેમણે નિવૃત્ત થઈ રહેલા નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે દેશ માટે તેમની સેવા ખૂબ જ પ્રશંસનીય અને શાનદાર રહી છે અને તેઓ ખૂબ જ પ્રભાવશાળી સીએનએસ રહ્યા છે. તેમણે પોતાના નેતૃત્વ હેઠળ દરેક મોરચે નૌસેનાને પોતાના માર્ગદર્શન અને વિઝનનો લાભ આપ્યો છે.

    એડમિરલ ક્રિષ્ણા સ્વામીનાથને ભાવુક થઈને કહ્યું કે, `હું આજે 27મા ચીફ ઑફ નેવલ સ્ટાફ તરીકે અત્યંત નમ્રતા, જવાબદારી, ગૌરવ અને આભારની લાગણી સાથે કમાન સંભાળી રહ્યો છું. હું નૌસેના અને દેશની સેવા કરવાની આ તક મળવા બદલ ખૂબ જ આભારી છું. ભારતીય નૌસેના દેશના હિતોના રક્ષણ માટે સતર્ક રહે છે અને એક એવા પ્રાદેશિક સુરક્ષા વાતાવરણમાં ખૂબ જ સક્રિય રીતે તૈનાત છે, જે હજુ પણ પડકારજનક, જટિલ, અણધાર્યું અને અનિશ્ચિત બનેલું છે. ભારતીય નૌસેના પોતાની ક્ષમતા વધારવા અને સ્વદેશીકરણના માર્ગ પર સારી રીતે આગળ વધી રહી છે. મારો પ્રયાસ રહેશે કે નૌસેનાના વિકાસની ગતિ જાળવી રાખવામાં આવે અને ઉભરતી ટેકનોલોજીનો સમાવેશ કરીને આપણી ઓપરેશનલ ક્ષમતાઓને વધુ બહેતર બનાવવામાં આવે.'

    નિવૃત્ત થયેલા ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ આ પ્રસંગે જણાવ્યું કે, `છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યારે પણ દેશે હાકલ કરી ત્યારે નૌસેનાએ તેને પૂર્ણ કરી છે. આપણે આ ઓપરેશન સિંદૂર દરમિયાન જોયું, જે હજુ પણ ચાલુ છે અને આપણે તેને હવે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ઓપરેશન ઉર્જા સુરક્ષા દરમિયાન જોઈ રહ્યા છીએ. તેમણે તેમના એ તમામ સહ-નાવિકો, ટીમના સાથીઓ, અધિકારીઓ, ખલાસીઓ અને સંરક્ષણ ક્ષેત્રના નાગરિક કર્મચારીઓનો આભાર માન્યો જેઓ સાથે ઊભા રહ્યા અને દેશે જે અપેક્ષા રાખી હતી તે પૂર્ણ કરી. આજે હું ભારતીય નૌસેનાની કમાન એડમિરલ ક્રિષ્ણા સ્વામીનાથનને સોંપી રહ્યો છું, જેઓ સંપૂર્ણપણે વ્યાવસાયિક અને ઉત્કૃષ્ટ નેતા છે, જેમની ગુણવત્તા અને ક્ષમતા સાબિત થયેલી છે અને તેઓ આપણી નૌસેનાને વધુ ઊંચાઈઓ પર લઈ જશે.'

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply