દેશના હવામાનમાં પલટો: દિલ્હી-રાજસ્થાન સહિત આ રાજ્યોમાં વીજળી અને કરા સાથે ભારે વરસાદની આશંકા
Live TV
-
દેશના હવામાનમાં પલટો: દિલ્હી-રાજસ્થાન સહિત આ રાજ્યોમાં વીજળી અને કરા સાથે ભારે વરસાદની આશંકા, એલર્ટ જાહેર
દેશભરમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના અલગ-અલગ હિસ્સાઓ માટે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે.
આજે આ રાજ્યોમાં કરા સાથે ભારે વરસાદની આશંકા
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ભારે ગાજવીજ જોવા મળશે. મુખ્યત્વે દિલ્હી અને પૂર્વી રાજસ્થાન,દિલ્હી અને પૂર્વી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ વિસ્તારોમાં વીજળીના કડાકા અને કરા સાથે મુસળધાર વરસાદની સંભાવના છે.
આવતીકાલ સુધી વાવાઝોડાનું જોખમ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલ સુધી દેશના પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં તેજ પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામશે. આ પ્રકોપથી પ્રભાવિત થનારા રાજ્યોમાં રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ તેમજ ભારતના ઉત્તર-પૂર્વ (North-East) ભાગો છે.
દક્ષિણ ભારતમાં આગામી 4 દિવસ ભારે
દક્ષિણ ભારતના રાજ્યોમાં ચોમાસાની સક્રિયતા અથવા સ્થાનિક સિસ્ટમને કારણે આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભરે વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
કોંકણ અને ગોવામાં અસહ્ય અકળામણ
એક તરફ જ્યાં અડધાથી વધુ દેશમાં વરસાદી માહોલ છે, ત્યારે બીજી તરફ પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આજે કોંકણ અને ગોવા પંથકમાં હવામાન અત્યંત ગરમ અને ભેજવાળું રહેવાની સંભાવના છે, જેના કારણે સ્થાનિકોને ભારે અકળામણનો સામનો કરવો પડી શકે છે.
