દેશના 5 રાજ્યો બર્ડફ્લુના સકંજામાં, આરોગ્ય મંત્રાલયે બનાવી ટીમ
Live TV
-
એક ઉચ્ચસ્તરીય ટીમ કેરળ માટે તૈનાત. પર્યાવરણ મંત્રાલયે દેખરેખ અને રોકથામ માટે બહાર પાડ્યા દિશા-નિર્દેશ.
દેશમાં કોરોના વાયરસનો ખતરો હજી ટળ્યો નથી તેવામાં બર્ડ ફ્લુનો ખતરો તોળાઇ રહ્યો છે. મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને કેરળ પર બર્ડ ફ્લુનું જોખમ તોળાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સંક્રમણને રોકવાના ઉપાયો વિષે રાજ્યોને માર્ગદર્શન આપ્યું છે.
સમગ્ર સ્થિતિ પર દેખરેખ રાખવા દિલ્હીમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે બર્ડ ફ્લુની ચર્ચા કરવા તાકીદની બેઠક બોલાવી છે. તામિલનાડુએ પણ બર્ડ ફ્લુને રોકવાના ઉપાયો કરવાનું શરૂ કરી દીધું છે.
ઉત્તરાખંડમાં બર્ડ ફ્લુ મુદ્દે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત અને રાજસ્થાનમાં પણ પશુપાલન વિભાગ બર્ડ ફ્લુની સ્થિતી પર નજર રાખી રહ્યા છે. બર્ડ ફલુની તપાસ માટે નમૂના લેબમાં મોકલાઇ રહ્યા છે.
બર્ડ ફ્લૂને ધ્યાનમાં રાખી કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કેરળ અને હરિયાણામાં વિશેષજ્ઞોની ટીમ મોકલી છે. અત્યારે દેશમાં 12 જગ્યાએ પક્ષીઓમાં એવિયન ઈન્ફ્લૂએન્ઝાની અસર જોવા મળી રહી છે.
