Skip to main content
Settings Settings for Dark

3 જુલાઈ 2021એ JEE એડવાન્સ પરીક્ષા લેવાશે, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત 

Live TV

X
  • IIT ખડગપુર યોજશે આ વર્ષે પરીક્ષા - IIT માં પ્રવેશ માટે 75 ટકા માર્કની અનિવાર્યતા કરવામાં આવી પૂર્ણ..

    આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે આજે એક સારા સમાચાર આવ્યા છે કારણ કે, કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે આજે JEE એડવાન્સ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. 3 જુલાઈ 2021એ JEE એડવાન્સ પરીક્ષા લેવાશે.

    આ સાથે તેમણે આઈઆઈટીમાં પ્રવેશ માટે જરૂરી યોગ્યતા અને નિયમો વિશે પણ જાણકારી આપી હતી. આ વર્ષે આઈઆઈટી ખડગપુર દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ સાથે કેન્દ્રિય શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, મહેનત અને એકાગ્રતાથી પરીક્ષા આપજો અને મારી શુભેચ્છા તમામ વિદ્યાર્થીઓ સાથે છે. પરીક્ષા માટે તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ પાસે યોગ્ય સમય છે.

    જો કે, JEEની પરીક્ષામાં 75 ટકા લાવવા ફરજિયાત હોય છે, પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 75 ટકા માર્કના માપદંડને હટાવી દેવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, JEE મેઈન્સ પરીક્ષા એક વર્ષમાં ચાર વખત લેવામાં આવતી હોય છે. પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર જઈને પરીક્ષા આપવી પડશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર કોરોના માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply