Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીયમંત્રી ડો. હર્ષવર્ધને તમિલનાડુમાં બીજા તબક્કાના ડ્રાય-રનની સમીક્ષા કરી 

Live TV

X
  • કેન્દ્રીયમંત્રી ડો. હર્ષવર્ધનને તમિલનાડુમાં બીજા તબક્કાના ડ્રાય-રન સમીક્ષાની મુલાકાતે છે. ત્યારે ચેન્નાઇની સરકારી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. જ્યાં બીજા તબક્કાની ડ્રાય-રન સમીક્ષા દરમ્યાન થઇ રહેલી કામગીરી અને હેલ્થ કર્મચારીઓની તાલીમ અંગે નિરીક્ષણ કર્યુ હતુ. સાથે છેવાડાના ગામો સુધી રસી પહોંચી શકે અને રસીકરણ અભિયાન યોગ્ય રીતે થાય તે માટે તાલીમાર્થી કર્મીઓ સાથે સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમ્યાન કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ હતુ, કે કોવિડ-19 સામેની અંતિમ લડાઇ લડવામાં આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા આયોજિત રસીકરણ અભિયાન દરમ્યાન સૌનો સાથ મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ અભિયાન કોવિડ-19 નો ખાતમો કરવા સરકાર પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. ડ્રાય -રન સમીક્ષા બાદ આપવામાં આવી રહેલા તાલીમ હેલ્થ વર્કર્સ દ્વારા ટીકા કરણ અભિયાન હાથ ધરવામાં આવશે. જેના કારણે સમગ્ર દેશ કોવિડ- 19 સામે લડવા સક્ષમ બનશે. આ સાથે તેમણે એ પણ કહ્યુ હતુ, 17 જાન્યુઆરીએ લોકો એમ્યુનાઇઝેશન ડે તરીકે ઉજવામાં આવે. આ દિવસે બાળકોને પોલીયોની રસી આપી પોલીયોને ખાત્મો કરવા સૌ લોકો જોડાય તેવી અપિલ કરવામાં આવી હતી. તેમજ કોવિડ-19ની લડાઇ સામે હવે આપણે અંતિમ ચરણમાં પહોંચ્યા છીએ, ત્યારે વેક્સિનની શોધ બાદ ડ્રાય-રન કરી યોગ્ય રીતે રસીકરણ અભિયાન શરૂ થશે તે માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply