Skip to main content
Settings Settings for Dark

દેશમાં 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ વેક્સિન માટે બીજા તબક્કા માટે ડ્રાય-રન કરાશે

Live TV

X
  • દેશમાં 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ વેક્સિન માટે બીજા તબક્કા માટે  ડ્રાય-રન કરાશે. દેશના 736 જિલ્લાઓમાં ડ્રાય- રન કરતા પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્દને વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અને કહ્યુ હતુ.,કે 1 કરોડથી વધુ લોકો કોરોનાની મહામારીમાંથી મુક્ત થયા છે. આ સાથે ડો. હર્ષવર્દન આજે ડ્રાય-રનની સમીક્ષા કરવા માટે ચિન્નાઇ પહોચ્યા છે.  દેશમાં કોરોના જંગ સામે લડાઇ સતત ચાલુ છે, ત્યારે દેશમાં સરકારે લીધેલ પગલાઓને કારણે સારા પરિણામો આવી રહ્યા છે. હાલમાં સંક્રમણ સંખ્યામાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. જેમાં એક કરોડ 16 હજારથી વધુ દર્દી કોરોના સારવારને અંતે સાજા થઇ ચુક્યા છે. વીતેલા 24 કલાકમાં 19 હજાર 587 દર્દી સાજા થયા હતા.  રીકવરી રેટ વધીને 96.36 ટકા થયો છે.  વીતેલા 24 કલાકમાં 222 લોકોના મૃત્યુ થતાં મૃત્યુદર 1.45 ટકા નોંધાયો છે. સક્રીય કેસોની સંખ્યા કુલ કેસના 2.19 ટકા જેટલી જ છે. દેશમાં કુલ 2 લાખ 28 હજાર 83 સક્રીય કેસ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply