Skip to main content
Settings Settings for Dark

સરકારે આ વર્ષે ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ધાન્ય પાકોની ખરીદી કરી 

Live TV

X
  • સરકારે આ વર્ષે ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ધાન્ય પાકોની ખરીદી કરવામાં આવી છે. કોરોના મહામારીકાળમાં ખેતીક્ષેત્રે કોઇ નુક્શાન ન થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે,તે માટે સરકારે યોગ્ય સમયે ધાન્ય પાકોની ખરીદી કરી ચાલુ રાખી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી હતી. ચાલુ વર્ષ 2020-2021માં એમએસપી હેઠળ સમગ્ર દેશમાં ધાન્ય પાકોની ખરીદી કરવામાં આવતા ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 27.13 ટકાનો વૃધ્ધિ દર થયો છે. સરકારે  આ વખતે રૂપિયા 98 હજાર 400 કરોડનુ મૂલ્ય ચુકવી, ખરીદી કરતા 68 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. હાલમાં પંજાબ,હરિયાણા,ઉત્તરપ્રદેશ,તેલંગના,ઉત્તરાખંડ,તમિલનાડુ, મહારાષ્ટ્ર,ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં ટેકાના ભાવે ધાન્યપાકોની ખરીદી ચાલુ છે. ટેકાના ભાવની ખરીદી કરતા આ વર્ષે 6 જાન્યુઆરી સુધીમાં 522 લાખ મેટ્રિક ટન ધાન્ય પાકની ખરીદી કરવામાં આવી છે. ગત વર્ષની વાત કરીએ તો 410.18 લાખ મેટ્રિક ટન ધાન્ય પાકની ખરીદી કરવામાં આવી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply