દેશની સંસદે સામાન્ય જનતાને આપી બેવડી ખુશી, 20 લાખ સુધીની ગ્રેજ્યુઈટી ટેક્સ ફ્રી
Live TV
-
પ્રાઈવેટ કંપનીઓના કર્મચારીઓને હવે મળશે 20 લાખ સુધી ટેક્સ ફ્રી ગ્રેચ્યુઇટી
પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓ માટે ખુશખબર છે. સંસદે આજે 'પેમેન્ટ ઓફ ગેચ્યૂઈટી અમેંડમેંટ બિલ'ને પસાર કરી દીધું છે. મહત્વનું છે કે આ પહેલા લોકસભામાં બે મહત્વના બિલ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી અમેન્ડમેન્ટ બિલ અને સ્પેસિફિક રિલીફ અમેન્ડમેન્ટ બિલને મંજૂરી આપી હતી. આ બંન્ને બિલ કોઈપણ વિવાદ વગર પાસ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે હવે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનાર કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધી ટેક્સની ગ્રેચ્યુઇટી મળી શકશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પહેલા જ 20 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી ગ્રેચ્યુઇટીનું પ્રાવધાન છે. સરકારે હવે કાયદામાં સુધારો કર્યો કે ગેચ્યૂઈટીની મહત્તમ સીમાને સમય સમય પર વધારવાનો અધિકાર મળી ગયો છે. અત્યાર સુધી આ માટે સંસદની મંજુરી લેવી પડતી હતી.