રાજ્યસભાની ખાલી પડેલી 25 બેઠકો માટે મતદાન
Live TV
-
સૌથી વધુ રસપ્રદ મુકાબલો ઉત્તરપ્રદેશની સીટ પર જોવા મળશે
આવતા મહિને ,દેશમાં ખાલી થાનારી રાજ્યસભાની ,58 બેઠકોમાંથી ,25 બેઠકો પર ,આજે મતદાન થઈ રહ્યું છે. બાકી 33 બેઠકો પર ,એક - એક જ ઉમેદવાર હોવાના કારણે ,ગત 15 માર્ચે જ ,આ બેઠકો ,બિન હરિફ જાહેર કરી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે ચાલી રહેલા મતદાનમાં નવા સમાચાર મળી રહ્યા છે. મતદાન દરમિયાન બસપાના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે. જેના કારણે બસપાની મુશ્કેલી વધી રહી છે. બસપાના ધારાસભ્ય અનિલસિંહે ક્રોસ વોટિંગ કર્યું છે. નીતિન અગ્રવાલ પહેલેથી બસપા છોડી ચૂક્યા છે. વિજય મિશ્રા ભાજપ સાથે જોડાઈ ગયા છે. કલરાજ યાદવ અને મુખતાર અન્સારી જેલ હોય તેથી મત આપી શકે તેમ નથી. આ સ્થિતિમાં બસપાના પાંચ વોટ ઓછા થયા છે.
ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તેલંગાણા સહિત છ રાજ્યોની ,25 રાજ્યસભા સીટો માટે ,મતદાન યોજાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ,સ.પા.એ પોતાની વર્તમાન રાજ્યસભા સભ્ય જયા બચ્ચને , જ્યારે બ.સ.પા.એ,ભીમરાવ આંબેડકરને ,ઉમેદવાર બનાવ્યા છે. કર્ણાટકમાં ,ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો ,મેદાનમાં ઉતરેલા છે. છત્તીસગઢની ,એક બેઠક માટે ,ભાજપા અને કોંગ્રેસે ,એક - એક ઉમેદવાર ,મેદાનમાં ઉતાર્યો છે. જ્યારે તેલંગાણાની ,3 બેઠકો માટે ,ચાર ઉમેદવારો ,પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મતગણતરી ,આજે સાંજે હાથ ધરાશે.
રાજ્યસભાની ચૂંટણી વિશે જાણવા જેવુ
રાજ્યસભાનું ચૂંટણી ગણિત સમજીએ તો એન એટલે કુલ વોટ અને ટી એટલે કુલ વોટની સંખ્યા એસ એટલે ચૂંટણી માટે સીટોની સંખ્યા. ત્યારબાદ જે સંખ્યા આવે તેમાં એકનો ઉમેરો કરતાં જે વોટ આવે તે જીતવા માટે જરૂરી હોય છે.ઉત્તર પ્રદેશમાં વિઘાનસબાના કુલ સદસ્યોની સંખ્યા 403 છે. રાજ્યમાં કુલ 10 સીટો ખાલી છે. તો 10 +1 =11 થાય.રાજ્યસભાનુ વર્તમાન પક્ષવાર સંખ્યાબળ
રાજ્યસભામાં કુલ 245 સભ્ય છે. એનડીએની પાસે 77 સભ્ય છે. તેમાથી સૌથી વધુ ભાજપાના 58 સભ્ય છે. અન્ય દળોમાં જેડીયૂના 7, શિરોમણિ અકાલી દળ અને શિવસેનાના 3-3, પીડીપીના 2 અને ચાર અન્ય દળોના એક એક સભ્ય છે. જે એનડીએના ઘટક દળ છે. રાજ્યસભામાં વિપક્ષ અને અન્ય દળ પાસે 168 સભ્યોનો દમ છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે જેની પાસે 53 સભ્ય છે.ઉત્તર પ્રદેશમાં 10 સીટો માટે ચૂંટણી
દેશનુ સૌથી મોટુ રાજ્ય ઉત્તર પ્રદેશમાં 10 સીટો માટે ચૂંટણી થવાની છે. અહી ભાજપાના 8 ઉમેદવારોમાં અરુણ જેટલી, અશોક વાજપેયી, કાંતા કરદમ, હરનાથ સિંહ યાદવ, અનિલ જૈન, સકલદીપ રાજભર, વિજય પાલ સિંહ તોમર અને જીવીએલ નરસિમ્હા રાવનુ રાજ્યસભા પહોંચવુ લગભગ નક્કી છે. સમાજવાદી પાર્ટી તરફથી જયા બચ્ચન રાજ્યસભાની સાંસદ રહેશે. બસપા તરફથી ભીમરાવ આંબેડકરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અહી ભાજપાના 9માં ઉમેદવાર અને બસપા ઉમેદવાર વચ્ચે ટક્કર થવી રસપ્રદ થઈ શકે છે.બિહારમાં 6 સીટો માટે ચૂંટણી
બિહારમાં 6 સીટો પર ચૂંટણી થવાની છે. અહી બધી સીટો પર ઉમેદવાર નિર્વિરોધ પસંદ થશે. જેમા ભાજપાના રવિશંકર પ્રસાદ, જેડીયૂના બે ઉમેદવાર વશિષ્ઠ નારાય્ણ સિંહ અને મહેન્દ્ર પ્રસાદ, રાજદથી મનોજ ઝા અને અશ્ફાક કરીમ અને કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહનો સમાવેશ છે.
ગુજરાતમાં 4 સીટો માટે ચૂંટણી
ગુજરાતમાં 4 રાજ્યસભા સીટો માટે ચૂંટણી થવાની છે. અહી એક સાંસદને પસંદ કરવા માટે 37 એમએલએની જરૂર હોય છે. આ આધાર પર ભાજપાના પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ ભાઈ માંડવિયાનુ રાજ્યસભા પહોંચવુ નક્કી છે તો કોંગ્રેસના અમી યાગનિક અને નારાયણ રાઠવા પણ નિર્વિરોધ રાજ્યસભા પહોંચશે.
મહારાષ્ટ્રમાં 6 સીટો માટે ચૂંટણી
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 સીટ ખાલી છે. જેના પર ચૂંટણી થવાની છે. આ બધી સીટો પર નક્કી ઉમેદવાર રાજ્યસભા જશે. જેમા ભાજપાના નારાયણ રાણે, પ્રકાશ જાવડેકર અને વી મુરલીધરન, કોંગ્રેસના કુમાર કેતકર, એનસીપીમાંથી વંદના ચૌહાણ અને શિવસેનાના અનિલ દેસાઈના નામનો સમાવેશ છે.
કર્ણાટકમાં થઈ શકે છે મુકાબલો
કર્ણાટકમાં રાજ્યસભાની ચાર સીટો પર ચૂંટણી થવાની છે. અહી પાર્ટીઓ વચ્ચે કડક મુકાબલો જોવા મળી શકે છે. કોંગ્રેસે પોતાના ત્રણ ઉમેદવાર હનુમતિયા, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખરને ટિકિટ આપી છે તો બીજી બાજુ ભાજપાએ ફક્ત એક ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા છે. જેડીએસે બીએમ ફારૂકને ટિકિટ આપી છે.છત્તીસગઢમાં ભાજપા અને કોગ્રેસ વચ્ચે મુકાબલો
છત્તીસગઢમાં ભાજપાની સરોજ પાંડે અને કોંગ્રેસના લેખરામ સાહૂ સામ સામે છે. છત્તીસગઢ વિધાનસભામાં 90 ધારાસભ્ય છે. રાજ્યસભા ઉમેદવારને જીત માટે 46 વોટની જરૂર છે. ભાજપા પાસે 49 ધારાસભ્ય છે જ્યારે કે કોંગ્રેસ પાસે 39 ધારાસભ્ય છે. બસપાનો એક ધારાસભ્ય અને એક અપક્ષ છે. અહી ભાજપાની જીતવુ આમ તો નક્કી છે પણ જો ક્રોસ વોટિંગ થયુ તો પરિણામ કશુ પણ આવી શકે છે.