Skip to main content
Settings Settings for Dark

દેશની સરહદની સલામતિને કેન્દ્ર સરકાર ટોચની અગ્રતા આપે છે : કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ

Live TV

X
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું છે કે, દેશની સરહદની સલામતિને કેન્દ્ર સરકાર ટોચની અગ્રતા આપે છે. સરહદી વિસ્તારના ગામડાઓને સલામત બનાવ્યા વિના સરહદ સલામતીની સુનિશ્ચિતતા થઇ શકશે નહિં. ગઇકાલે દિલ્હીમાં એક કાર્યશાળામાં સરહદી જીલ્લાઓના કલેકટરોને દેશના સરહદી વિસ્તારના ગામડાઓમાં કેન્દ્ર અને રાજય સરકારોની યોજનાઓનો સો ટકા અમલ થાય એ માટે પ્રયાસ કરવા શ્રી શાહે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, સરહદી વિસ્તારના ગામડાઓના વિકાસથી સરહદ સલામતીને નવું બળ મળશે. ગૃહમંત્રીએ સંબંધિત કલેકટરોને સરહદી વિસ્તારના ગામડાઓમાં વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ પાયાની સુવિધાઓ અને રોજગારની તકો વધારવા સહકારી મંડળીઓ રચવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર સરહદી વિસ્તારના ગામડાઓને સૌથી પહેલું ગામ ગણે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply