ભારતે ગઇકાલે બાંગ્લાદેશને 20 બ્રોડ ગેજ ડીઝલ લોકોમોટીવ સોંપ્યા
Live TV
-
ભારતે ગઇકાલે બાંગ્લાદેશને 20 બ્રોડ ગેજ ડીઝલ લોકોમોટીવ સોંપ્યા છે. જે બાંગ્લાદેશ રેલવેની કાર્યક્ષમતામાં વધારો કરશે. ભારતના રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ગેડા – દર્સનાથી આ એન્જિનનું પ્રસ્થાન કરાવ્યું હતું. બાંગ્લાદેશના રેલવેમંત્રી નુરૂલ ઇસ્લામ સુજાને બાંગ્લાદેશ સરકાર વતી એન્જિન સ્વીકાર્યા હતા. આ 20 એન્જિન ભારત દ્વારા આપવામાં આવેલ અનુદાન સહાયનો એક ભાગ છે. જે ગત વર્ષે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના ભારત પ્રવાસ દરમ્યાન અપાયેલ વચનબદ્ધતાને પરિપૂર્ણ કરે છે.
