દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ દ્વારા કિસાન મેળાનું આયોજન
Live TV
-
દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ આજે કિસાન મેળાનું આયોજન કર્યું છે.
દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ આજે કિસાન મેળાનું આયોજન કર્યું છે. તેઓ ખેડૂતો સાથે સંપર્ક કરવા સાથે તેમના નાણાંકીય સ્થિતિ બદલવાનો પણ કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં બેન્કની દેશભરમાં 14 હજાર ગ્રામીણ અને અર્ધ શહેરી શાખા દ્વારા દસ લાખ ખેડૂત સાથે સંપર્ક કરવાની યોજના છે. આ મેળામાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ, ઓફર કરાશે. સાથે સાથે ખાતાનું નવીનીકરણ કરાવવા માટે લોન મર્યાદા 10 ટકા વધારાશે. લેણદેણ સંબંધી સુવિધા અને કિસાન ક્રેડિટ /રૂપીકાર્ડના ઉપયોગના લાભ અંગે બેન્ક, ખેડૂતોને જાગૃત કરશે તે ઉપરાંત એસબીઆઈના વિવિધ કૃષિ ઉત્પાદન જેમ કે એગ્રી લોન મુદ્રા લોનની જાણકારી આપવામાં આવશે.
