Skip to main content
Settings Settings for Dark

મહિલા અનામત પર રાહુલને ભાજપનો જવાબ

Live TV

X
  • કાયદામંત્રી રવિ શંકર પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કહ્યું મહિલા અનામત, મહિલા અધિકારોના મામલામાં ન હોવો જોઈએ બેવડો માપદંડ. ત્રણ તલાક અને નિકાહ હલાલા જેવા મુદ્દા પર મળીને કાયદો બનાવવા પર માંગ્યું સમર્થન.

    મહિલા અનામતના મામલા પર ભાજપને ઘેરવાના કોંગ્રેસના પ્રયત્નો પર સરકાર તરફથી કાયદામંત્રી રવિશંકર પ્રસાદે પલટવાર કર્યો. રવિશંકર પ્રસાદે મહિલા અનામત બિલને લઈને સરકારને લખેલા પત્રનો જવાબ આપતા કોંગ્રેસને યાદ કરાવ્યું કે, મહિલા અનામત બિલની વાત સૌથી પહેલા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં બનેલી એનડીએ સરકારે કરી હતી. જ્યારે કોંગ્રેસે આ બિલને લટકાવી રાખ્યું. આ સાથે કાયદામંત્રીએ રાહુલ ગાંધીને અપીલ કરી મહિલા અધિકારીના મુદ્દા પર કોંગ્રેસ ત્રણ તલાક અને નિકાહ હલાલા જેવા મુદ્દા પર પણ સરકારની સાથે મળીને કામ કરે જેથી મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે. 

    સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા જ મહિલા અનામતનો મુદ્દો ફરી ગરમાયો છે. આ મુદ્દા પર સરકારને સમર્થનના રાહુલ ગાંધીના પત્રના જવાબમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પત્ર લખીને કોંગ્રેસ અધ્યક્ષને જવાબ આપ્યો છે. તેમણે મહિલા અનામત પર રાહુલ ગાંધીને પત્ર લખીને તેમના સમર્થનની પ્રશંસા કરી પરંતુ તેમને સવાલ કર્યો કે પાર્ટી મહિલાઓના અધિકારોના મુદ્દા પર સમગ્ર રીતે સમર્થન આપવા કરતા કેટલાક પસંદગીના મદ્દા પર સમર્થન કેમ આપી રહ્યાં છે. તેમણે અપીલ કરી બંન્ને પક્ષોએ મળીને ત્રણ તલાક અને નિકાહ હલાલા પર પણ કાયદો બનાવવો જોઈએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply