દેશભરમાં આજે થઈ ઈસ્ટર પર્વની ઉલ્લાસપૂર્ણ ઉજવણી
Live TV
-
દેશભરમાં આજે ઈસ્ટર પર્વની ધાર્મિક શ્રદ્ધા સાથે પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે.
એક માન્યતા મુજબ પ્રભુ ઈસુ ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે પુનજીર્વીત થયા હતા. પ્રભુ ઈસુના પુનજીર્વીત થયાના આનંદને વધાવવા આજના દિવસની ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરાય છે. દેશભરના ચર્ચોમાં મધરાત્રે વિશેષ પ્રાર્થનાઓ કરાઈ હતી. દેશ – વિદેશમાં વિવિધ સ્થળોએ ઈસ્ટર ઉજવણીના અહેવાલો મળી રહ્યા છે. આજે વિવિધ ચર્ચોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
વહેલી સવારે ખ્રિસ્તી ભાઈ-બહેનોએ સૌની શાંતિ અને સમૃદ્ધિ માટે ચર્ચામાં પ્રાર્થના કરી તથા પ્રભુ ઈસુના બલિદાનને યાદ કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ દેશના નાગરિકોને ઈસ્ટરની શુભકામનાઓ પાઠવી છે. શ્રી કોવિંદે તેમના સંદેશમાં લોકોને પ્રભુ ઈસુના જીવનમાંથી પ્રેરણા લઈ, માનવતાના કલ્યાણ માટે સાથે મળી કામ કરવા આગ્રહ કર્યો છે. ઉપરાષ્ટ્રપતિએ આજનો દિવસ તમામના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી કામના કરી છે.
