રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી ભાઈ-બહેનોને ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
સમગ્ર દેશમાં પ્રભુ ઇસુના પુનઃઆગમનના તહેવાર ઇસ્ટરની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી ભાઈ-બહેનોને ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ તેમના સંદેશમાં કહ્યું છે કે, ઇસુખ્રિસ્તે સત્ય અને ન્યાયને ખાતર પોતાના જીવનનું બલિદાન આપીને પ્રેમ અને ક્ષમતાનો સંદેશો આપ્યો છે. રાષ્ટ્રપતિએ ઇસુખ્રિસ્તનાં મૂલ્યોને જીવનમાં અપનાવીને સમાજમાં પ્રેમ અને સંવાદિતા પ્રસરાવવાનો અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનું પ્રણ લેવાનો સૌને અનુરોધ કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઇસ્ટરને પ્રેમ, ક્ષમા અને કરૂણાની શક્તિનો તહેવાર ગણાવ્યો છે. જ્યારે પ્રધાનમંત્રીએ ઇસ્ટર પ્રસંગે લોકોને સમાજના વંચિતો માટે મદદરૂપ થવા આગળ આવવા અનુરોધ કર્યો છે.
