દેશભરમાં આજે બંધારણ દિવસની કરવામાં આવી રહી છે ઉજવણી
Live TV
-
આજે સંવિધાન દિવસ છે, વર્ષ 1949માં આજના દિવસે સંવિધાન સભાએ ભારતના લોકોનું, લોકો માટે રાજ્યોના સંધ નું ભારતીય સંવિધાન નક્કી કર્યું હતું. સંવિધાન દિવસ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના કેવડિયામાં ચાલી રહેલા અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના 80માં સંમેલનને સંવિધાનની પ્રસ્તાવનાનું પઠન કરશે. તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચુલ માધ્યમથી આ કાર્યક્રમના સમાપન સત્રને સંબોધન કરશે.
આજે સંવિધાન દિવસ છે, વર્ષ 1949માં આજના દિવસે સંવિધાન સભાએ ભારતના લોકોનું, લોકો માટે રાજ્યોના સંધ નું ભારતીય સંવિધાન નક્કી કર્યું હતું. સંવિધાન સભાએ ભારતના સંવિધાનને બે વર્ષ 11 માસ 18 દિવસમાં 26 નવેમ્બર 1949ના દિવસે પૂર્ણ કરી રાષ્ટ્રને સમર્પીત કર્યું હતું. 26 જાન્યુઆરી 1950 ના દિવસે આઝાદ અને લોકશાહી ભારતના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજના રૂપમાં તેને લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઇને આજ સુધી દુનિયાના આ મોટા લોકતંત્રમાં આશંકાના વાદળો ઘેરાય ત્યારે પ્રકાશકુંજ આમાંથી જ નિકળ્યો છે. ત્યારથી લઇને અત્યાર સુધી સંવિધાનની સાથે લોકતાંત્રીક ભારતની આ સફર અનંત રીતે ચાલું છે. સંવિધાન સભાની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડો. ભીમરાવ આંબેડકરની 125 વર્ષ જયંતીના રૂપે 26 જાન્યુઆરી 2015 થી દરેક વર્ષે સંવિધાન દિવસ ઉજવાય છે. ભારતીય સંવિધાનની અસલ નકલ અંગ્રેજી અને હિન્દીમાં હસ્ત લેખીત હતી. તેમા ટાઇપીંગ કે શાહીનો ઉપયોગ કરાયો ન હતો. બન્ને ભાષામાં સંવિધાનની નકલને પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ લખી હતી. તેની પ્રસ્તાવના રામ મનોહર સિંહાએ લખી છે. તેઓ નંદલાલ ધોષના શિષ્ય હતાં. સંવિધાનની મુળ કોપી ભારતીય સંસદની લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે. સંવિધાન દિવસ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના કેવડિયામાં ચાલી રહેલા અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના 80માં સંમેલનને સંવિધાનની પ્રસ્તાવનાનું પઠન કરશે. તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચુલ માધ્યમથી આ કાર્યક્રમના સમાપન સત્રને સંબોધન કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી સહિત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયમાં આજે સંવિધાનની પ્રસ્તાવનાનું પઠન કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા મંત્રાલય આ પ્રસંગે આજે ન્યાયબંધુ એપનું IOS સંસ્કરણ લોન્ચ કરશે અને તેને ઉમંગ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. તેના દ્વારા બે કરોડથી વધુ યુઝર્સ મોબાઇલ આધારીત ન્યાયીક સેવાનો લાભ ઉઠાવશે.
