Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલની આજે દફનવિધિ

Live TV

X
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની આજે દફનવિધિ-વતન પિરામણમાં અનેક કોંગ્રેસી નેતાઓ અને સમર્થકોની હાજરીમાં થશે સુપૂર્દેખાખ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંતિમવિધિમાં ભાગ લેવા આવશે ગુજરાત. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન. અહેમદ પટેલનું દિલ્લીની મેદાંતા હોસ્પિટલમાં થયું હતું નિધન.

    રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલની આજે દફનવિધિ કરવામાં આવશે. તેમના વતન પિરામણમાં માતાની કબરની પાસે જ તેમને સુપૂર્દેખાખ કરવામાં આવશે. આ અંતિમવિધિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે. રાહુલ ગાંધી આજે સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી પિરામણ જવા માટે રવાના થશે. આ સિવાય અનેક મોટા કોંગ્રેસી નેતાઓ અહેમદ પટેલની અંતિમક્રિયામાં ભાગ લેવા માટે આવવાના છે. બીજી તરફ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે દિલ્લીની મેદાંતા હોસ્પિટલમાં અહેમદ પટેલનું નિધન થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. નિધન બાદ તેમના પાર્થિવદેહને વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો, જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ અંકલેશ્વરની સરદાર હોસ્પિટલમાં પાર્થિવદેહને રખાયો હતો.અહેમદ પટેલે કોંગ્રેસમાં અનેક ઉચ્ચ પદો પર જવાબદારી સંભાળી છે. સાથે જ ભરૂચથી લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાઈને દિલ્લી ગયા છે. હાલ તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply