દેશભરમાં ડીઆરડીઓ દ્વારા સ્થપાઇ રહેલા 500 ઓક્સિજન પ્લાન્ટમાંથી બે પ્લાન્ટ ગુરૂવારથી ચાલુ
Live TV
-
દેશની હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવા કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે.
દેશની હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવા કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. દેશભરમાં ડીઆરડીઓ દ્વારા સ્થપાઇ રહેલા 500 ઓક્સિજન પ્લાન્ટમાંથી બે પ્લાન્ટ ગુરૃવારથી ચાલુ થઇ જશે. એક પ્લાન્ટ દિલ્હીના એમ્સ અને બીજો પ્લાન્ટ આરએમએલ હોસ્પિટલમાં સ્થપાઇ રહ્યો છે. ભારાતીય રેલવે પણ દેશના તમામ રાજ્યોને ઓક્સિજન પુરવઠો પુરો પાડી રહી છે. રેલવેએ દિલ્હીને ઓક્સિજન એક્સપ્રેસની મદદથી 700 મેટ્રિક ટન ઓક્સિજન પુરવઠો પુરો પાડ્યો છે. સવારે ત્રણ ઓક્સિજન ટ્રેન દિલ્હી પહોંચી હતી. તેમાં ગુજરાતના હાપાથી પાંચ ટેન્કરને લઇને રવાના થયેલી ટ્રેનનો પણ સમાવેશ થાય છે. 34 ઓક્સિજન એક્સપ્રેસે પોતાની યાત્રા અત્યારસુધીમાં પુરી કરી દીધી છે. નૌકાદળ વિદેશોમાંથી ઓક્સિજન અને અન્ય સામગ્રી લાવી રહી છે. સમુદ્ર સેતુ અભિયાન હેઠળ આઇએનએસ તલવાર 40 મેટ્રિક ટન ઓક્સિજન લઇને કર્ણાટકના ન્યૂ મેંગલોર બંદરે પહોંચી ચુક્યું છે. આઇએનએસ કોલકતા, આઇએનએસ કોચી પણ અખાતી દેશોમાંથી ઓક્સિજનનો પુરવઠો અને ક્રાયોજેનિક કન્ટેનર ભારત પહોંચાડી રહ્યા છે. ભારતીય વાયુસેના પણ કામે લાગી ચુક્યું છે. સી-17 વિમાન ચાર ખાલી ક્રાયોજેનિક કન્ટેર સાથે આજે ચેન્નાઇ પાછું ફરશે.
