Skip to main content
Settings Settings for Dark

દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ 6412 કેસ નોંધાયા, જેમાં 5709 કેસ સક્રીય

Live TV

X
  • દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ 6412 કેસ નોંધાઇ ચુક્યા છે. આ પૈકી 5709 સક્રીય કેસ છે. તો 503 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

    વિશ્વ સહિત દુનિયાભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ 6412 કેસ નોંધાઇ ચુક્યા છે. આ પૈકી 5709 સક્રીય કેસ છે. તો 503 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ દેશમાં કુલ 199 લોકોનો ભોગ લઇ ચુક્યો છે. આ મામલે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 9 રાજ્યોમાં 10 High Level ટીમ મોકલી છે, અને દરેક જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. રેલવે વિભાગ પણ કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે મદદ કરી રહ્યું છે અને રેલવે 3500 કોચનું isolation વોર્ડ બનાવી ચુક્યું છે. વધુમાં સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે, લોકો અફવાભરી ખબરોથી બચે તેમજ fake news પર ભરોસોન કરે. સમાચારોની સત્યતા માટે સરકારી સ્ત્રોત અને વેબસાઈટ જોવાની અને ખોટો ભયન ફેલાવવાની તેમણે અપીલ કરી હતી. કોરોના વાયરસનો સામનો કરવા રાજ્ય સરકારો પણ વિવિધ પગલાં લઈ રહી છે. દિલ્હી સરકારે 21 સંક્રમિત વિસ્તારોમાં ઓપરેશન શીલ્ડ શરૂ કર્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને પંજાબ સરકારે નાગરિકો માટે માસ્ક ધારણ કરવું ફરજિયાત કરેલ છે. હરિયાણા સરકારે અગ્રીમ હરોળમાં રહીને કોરોના વાયરસનો સામનો કરી રહેલા તબીબો નર્સ અને તબીબી કર્મચારીઓના વેતન બમણા કરવાનો નિર્ણય લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply