દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શકયતા ચકાસવા સમિતીની રચના કરાઇ
Live TV
-
'વન નેશન, વન ઇલેક્શન'ની શક્યતા શોધવા માટે સરકારે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે. સસંદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું છે કે, આ સમિતિ તેનો અહેવાલ આપશે ત્યારબાદ આ અહેવાલને નાગરિકો માટે બહાર પાડી ચર્ચા વિચારણા કરાશે. તેમણે કહ્યું કે, વર્ષ 1967 સુધી લોકસભા અને રાજય વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાતી હતી.
આ જાહેરાત બાદથી પાંચ દિવસીય વિશેષ સત્રનાં સંભવિત એજન્ડા અંગે અટકળો ઉભી થઈ છે. વર્તમાન સંસદને વિખેરી નાખવાની અને લોકસભાની વહેલી ચૂંટણીની ઘોષણા અંગે અનુમાન કરાઈ રહ્યું છે. ભારતમાં "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" ની વિભાવનાનો ઉદ્દેશ્ય લોકસભા (ભારતની સંસદનું નીચલું ગૃહ) અને તમામ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓને સુમેળ કરવાનો છે. આ ચૂંટણીઓ એક જ દિવસે અથવા ચોક્કસ સમયમર્યાદામાં એકસાથે યોજવાનો વિચાર છે.
વર્ષોથી, પીએમ મોદીએ લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાના વિચાર પર ભારપૂર્વક દબાણ કર્યું છે, અને કોવિંદને તેની તપાસ કરવાનો કરવાનો નિર્ણય ચૂંટણી અંગે સરકારની ગંભીરતાને દર્શાવે છે. પાંચ રાજ્યોમાં આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જે પછી લોકસભાની ચૂંટણીઓ યોજાશે જે મે-જૂન 2024માં યોજાવાની શક્યતા છે.
