દેશમાં ઓક્સિજનના પુરવઠા અંગે આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી
Live TV
-
દેશમાં લિક્વિડ ઓક્સિજનનો પુરતો સ્ટોક છે
દેશમાં ઓક્સિજનના પુરવઠા અંગે આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના હળવા લક્ષણ ધરાવતા દર્દીઓ ઘરે જ સારવાર લઈને સાજા થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે દેશમાં લિક્વિડ ઓક્સિજનનો પુરતો સ્ટોક છે. તથા સરકાર તેની અછ્ત ઉભી ન થાય તેવા તમામ પ્રયાસ કરી રહી છે. ઓક્સિજન માટે વિવિધ દેશોમાંથી પણ મદદ મળી રહી છે. તેમણે કહ્યું કે દેશની વાયુસેના અને રેલવે વિભાગ પણ સતત કામ કરી રહ્યા છે.
47 ઓક્સિજન કન્ટેનર વિદેશોમાંથી દેશમાં આવ્યા
વાયુસેના 23 ઉડાન ભરીને 47 ઓક્સિજન કન્ટેનર વિદેશોમાંથી દેશમાં લાવી છે જેની કુલ ક્ષમતા 670 મેટ્રીક ટન છે. તો રેલવે વિભાગ દ્વારા અત્યાર સુધી 664 મેટ્રીક ટન ઓક્સિજન વિવિધ રાજ્યોમાં મોકલાયો છે. તેમણે ઉમેર્યું કે ગત વર્ષે દેશમાં 6 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થયું હતું. અને ચાલુ વર્ષે આ ઉત્પાદન વધીને 9 હજાર મેટ્રિક ટને પહોચ્યું છે. દેશમાં મેડિકલ ઓક્સિજન આયાત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રસીના સપ્લાય પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.
