દેશમાં ઓક્સિજનની આપૂર્તિમાં અછત નથી: રાજનાથ સિંહ
Live TV
-
દેશમાં કોરોના મહામારી વિરુદ્ધ સરકારના પ્રયાસોની જાણકારી આપતા કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દુરદર્શન સમાચાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, દેશમાં ઓક્સિજનની આપૂર્તિમાં કંઇ જ અછત નથી. સાથે જ સેના ની સાથે સાથે રેલ્વે અને અન્ય સરકારી એજન્સીઓ ઓક્સિજન અને મેડિકલ સાધનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનુ કામ કરી રહી છે. તેમણે ઉમેર્યુ હતુ કે, નાગરિકોની મદદ કરવા માટે સંરક્ષણ મંત્રાલય ઘણો મહત્વનો ભાગ ભજવી રહ્યુ છે. વાયુ સેનાએ પણ અન્ય દેશમાંથી ઓક્સિજન કંટેનર ભારતમાં લાવવામાં ખુબજ મદદ કરી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, ભારતે એક થઇને કોરોનાનો મુકાબલો કરવો જોઇએ. આપણે કોરોના પર ચોક્કસ વિજય પ્રાપ્ત કરીશુ. જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેનો પણ સામનો કરવા સરકાર તૈયાર છે.
