દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખથી વધુ કેસ
Live TV
-
દેશમાં આજે ફરી એક વખત કોરોના કેસનો આંક 4 લાખને પાર થયો છે. દેશમાં આજે કોરોનાના 4 લાખ 1 હજાર 78 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3 લાખ 18 હજાર 609 દર્દીઓ સાજા થયા છે. 4 હજાર 187 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે.
દેશમાં આજે ફરી એક વખત કોરોના કેસનો આંક 4 લાખને પાર થયો છે. દેશમાં આજે કોરોનાના 4 લાખ 1 હજાર 78 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3 લાખ 18 હજાર 609 દર્દીઓ સાજા થયા છે. 4 હજાર 187 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે.દેશમાં સૌથી વધારે કેસમાં હાલ મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. બીજા નંબરે કેરળ છે. કેરળ બાદ કર્ણાટક અને ત્યારપછી ઉત્તરપ્રદેશનો નંબર છે. આ રાજ્યોમાં રોજના 40થી 50 હજારની આસપાસ નવા કેસ આવી રહ્યા છે. 400થી 500 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જો કે સારી સારવાર બાદ સ્વસ્થ થતાં લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજસ્થાન રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી છે. જે 10 મે સવારે 5 વાગ્યા થી 24 મે ના સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. જેમાં આવશ્યક સેવાને છોડીને અન્ય બધુ બંધ રહેશે. રાજ્યમાં આરોગ્ય, અન્ય તાકિદની તેમજ આવશ્યક સેવાને છોડીને એક જિલ્લાથી બીજા જિલ્લા, એક શહેર થી બીજા શહેર, શહેર થી ગામ, ગામ થી શહેર જવા ઉપર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દેશમાં સૌથી વધારે કેસ કયાં રાજયમાં
