Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાથી થતો મૃત્યુદર ઘટીને 1.69 ટકા પર પહોંચ્યો

Live TV

X
  • ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણ નિતી સાથે દેશ કોરોના સામે સતત જંગ લડી રહ્યો છે. કોરોના મહામારીમાં સારા સમાચાર એ છે કે કોરોના મૃત્યુદર ઘટીને 1.69 ટકા અને રિકવરી દર વધીને 77.77 ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં, પાંચ કરોડથી વધુ લોકોનું ટેસ્ટિગ થઇ ચૂક્યું છે.

    દેશમાં હાલ કોરોનાના 8 લાખ 97 હજાર, 394 સક્રીય કેસ છે. તો 33 લાખ 98 હજાર 844 દર્દી, કોરાનાને માત આપીને ઘરે પરત ફર્યાં છે. છેલ્લા 24 કલાકમાં , 1 હજાર 115 દર્દીના મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 73 હજાર 890 થઈ ગયો છે. સૌથી વધારે કેસમાં મહારાષ્ટ્ર પ્રથમ નંબર છે. મહારાષ્ટ્રમાં હાલ 2 લાખ 52 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે 97 હજારથી વધુ એક્વિટ કેસ સાથે આંધ્રપ્રદેશ, લિસ્ટમાં બીજા નંબરે છે.

    રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 332 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 278 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 167, વડોદરામાં 124, રાજકોટમાં 150, ગાંધીનગરમાં 38 કેસ નોંધાયા છે.

    બીજી તરફ નાના શહેરોની વાત કરીએ તો જામનગરમાં 105, ભાવનગરમાં 64, અમરેલી અને , જૂનાગઢમાં 37, પંચમહાલમાં 30, મોરબીમાં 27, મહેસાણામાં 25, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 24 કેસ નોઁધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 415 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે 15 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.31 ટકાએ પહોંચ્યો છે. આજે કુલ 72 હજાર 151 ટેસ્ટ કરવામાં આવ્યા હતા..

    આજે મહેસાણાના સિવિલ માઈક્રો અને પેથોલોજીસ્ટની સાથો સાથ લેબટેકનીશિયન અને નર્સ પણ સંક્રમિત થયા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી સબજેલમાં એક સાથે 39 કેદીઓ અને એક કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રએ સારવાર શરૂ કરી હતી.

    પરંતુ તે પૈકી 13થી વધુ કેદીઓની તબિયત સારી ન રહેતા સઘન બંદોબસ્ત વચ્ચે સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને જોતા રાજકોટ સોની બજાર 12 થી 19 તારીખ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આજે વધુ 2 સોની વેપારીના કોરોના ને કારણે મોત થતા આ નિર્ણય લેવાયો છે. જ્યારે અત્યાર સુધી રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલના 90થી વધુ તબિબોને કોરોના પોઝીટીવ આવતા અમદાવાદથી 50 ડોક્ટરોની ટીમ રાજકોટ મોકલવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply