Skip to main content
Settings Settings for Dark

PM મોદી 21મી સદીનું સ્કૂલ શિક્ષણ વિષય પર આયોજીત સંમેલનને કર્યું સંબોધન

Live TV

X
  • શિક્ષણ પર્વ અંતર્ગત શિક્ષણ મંત્રાલયએ કર્યું છે બે દિવસીય ઓનલાઈન કોન્ક્લેવનું આયોજન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 21 મી સદીમાં શાળાકીય શિક્ષણ વિષય પર આયોજિત એક સંમેલનને સંબોધિત કર્યું હતું. નોંધનીય છે કે, શિક્ષા પર્વ અંતર્ગત શિક્ષણ મંત્રાલય દ્વારા બે દિવસીય ઓનલાઈન કોંકલેવનું આયોજન કરાયું છે.

    આ પૂર્વે પ્રધાનમંત્રી ગત તા. 7 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં સુધારણા ઉપર કોંકલેવ અને સાત સપ્ટેમ્બરે શિક્ષણ નીતિ ઉપર રાજ્યપાલોના સંમેલનને સંબોધિત કરી ચૂક્યા છે. કોંકલેવ દરમિયાન શિક્ષણ ક્ષેત્રના વિશેષજ્ઞો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળાકીય શિક્ષણ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે.

    શિક્ષણ પર્વ અંતર્ગત આ કોંકલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આઠથી 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. શિક્ષણ પર્વ અંતર્ગત શિક્ષણ મંત્રાલય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને તેને સંલગ્ન કેટલાય વેબિનાર અને વર્ચ્યુયલ સેમિનારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિશેષજ્ઞો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિભિન્ન મહત્વપૂર્ણ વિષયો ઉપર વિચાર વિમર્શ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply