દેશમાં કોરોનાથી રીકવરી રેટ 95.99 ટકાએ પહોંચ્યો
Live TV
-
દેશમાં કોરોના મહામારી સામેનો જંગ યથાવત છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં રોજના 17 હજારથી ઓછા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાથી રીકવરી રેટ 95.99 ટકાએ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુદર 1.45 ટકા થયો છે. હાલ 2.63 ટકા દર્દીઓ સારવાર હેઠળ છે. બ્રિટનથી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનની સંખ્યા ભારતમાં 20 થઈ ગઈ છે. જેમાં દિલ્લીમાં -8 કેસ અને ન્યુમાનમાં -7 કેસ નજરે પડ્યા છે. બ્રિટનથી આવતી ફ્લાઇટો પર સરકારે 7 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોના વેક્સીન આ નવા પ્રકારના સ્ટ્રેન સામે કારગર નિવડશે. નવા સ્વરૂપના કેસો વધે નહિ તે માટે સરકાર પૂરતી તકેદારી રાખી રહી છે. બ્રિટનમાં હાલ લોકડાઉન લગાવી દેવાયુ છે. જ્યારે તમામ ફ્લાઇટો પર પણ રોક લગાવી દેવાઈ છે.
