દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 9,90,061
Live TV
-
દેશમાં અત્યાર સુધીમાં કુલ 38, 59, 399 લોકો સ્વસ્થ , અને 80,776 લોકો મૃત્યુ પામ્યા
દેશ કોરોના સામે સતત જંગ લડી રહ્યો છે. ઉત્તમ આરોગ્ય સેવા ઉપલબ્ધ હોવાને કારણે અત્યાર સુધીમાં કોરોનાને માત આપીને સાજા થનારા દર્દીની સંખ્યા 38 લાખ ,59 હજાર ,399 થઇ ચુકી છે. દેશમાં રિકવરી દર વધીને 78 ટકા થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 77 હજાર ,512 દર્દીએ કોરોનાને માત આપી છે. મૃત્યુદર પણ ઘટીને , 1.64 ટકા થઇ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક હજાર 136 દર્દીના મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 80,776 થયો છે. દેશમાં કુલ ,9 લાખ ,90 હજાર ,061 સક્રીય કેસ છે.
