આજે તમારી પોતાની ચેનલ દૂરદર્શનનો 61મો સ્થાપના દિવસ
Live TV
-
15 સપ્ટેમ્બર 1959ના દિવસે સાર્વજનિક પ્રસારક તરીકે થઈ હતી સ્થાપના, પોતાના વિવિધ કવરેજ,પ્રામાણિક સમાચાર અને લોકપ્રિય મનોરંજન ધારાવાહીકોને કારણે બનાવી ખાસ ઓળખ
આજે દુરદર્શનનો સ્થાપના દિવસ છે. વર્ષ 1959માં 15 સપ્ટેમ્બરે સાર્વજનીક પ્રસારણના રૂપે દુરદર્શનની સ્થાપના થઇ હતી. દુરદર્શનને તેની યાદગાર ધારાવાહિક શ્રેણી માટે ડીડી રેટ્રો ચેનલ શરૂ કરી હતી. આ ચેનલ ઉપર રામાયણ, મહાભારત, બુનીયાદ જેવી ધારાવાહિકનું પુન:પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. અરૂણપ્રભા ચેનલ પણ શરૂ કરવામાં આવી છે. સંચાર અને ડીજીટલ ક્રાંતિના આ યુગમાં પણ પોતાના પ્રેક્ષકો માટે મનોરંજનના જેટલા પણ કાર્યક્રમો લઇને આવી રહ્યાં છે તેનું નામ દુરદર્શન છે. જેનો દરેક પેઢી સાથે મજબુત સબંધ છે. શરૂઆતમાં અમુક જ કલાકો માટે ક્રાર્યક્રમનું પ્રસારણ થતું હતું. નિયમીત દૈનિક પ્રસારણની શરૂઆત 1965માં ઓલ ઇન્ડીયા રેડિયોના રૂપમાં થઇ હતી. 1972માં આ સેવા મુંબઇ અને અમૃતસર સુધી વિસ્તારવામાં આવી હતી. જે આજે દેશના અંતરીયાળ ગામો સુધી ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય પ્રસારણની શરૂઆત 1982માં થઇ હતી. આજ વર્ષે દુરદર્શનનું સ્વરૂપ રંગીન થયું હતું. દેશની કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ કાર્યક્રમ નું અભિન્ન અંગ રહેલ દુરદર્શન ઉપર 1980ના દાયકામાં પ્રસારીત કાર્યક્રમોમાં રજની, ચિત્રહાર, રામાયણ, મહાભારત, નુક્કડ સહિત અન્ય લોકપ્રિય ક્રાર્યક્રમોએ પોતાનો ખાસ દર્શક વર્ગ તૈયાર કર્યો હતો. બિન-હિન્દી રાજ્યોમાં પણ આ ધારાવાહિકોને સારો પ્રતિસાદ મળ્યો હતો. આજના બદલાતા યુગમાં દુરદર્શને તેની ઓળખ જાળવી રાખી છે અને દુરદર્શને પ્રેક્ષકોમાં એક અલગ જગ્યા બનાવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે દુરદર્શનના સ્થાપના દિવસે ટ્વીટ કરતા કહ્યું કે દુરદર્શન આપણા જીવનનો ભાગ છે. રામાયણ- મહાભારત સહિત અનેક સારા ક્રાર્યક્રમો દુરદર્શને આપ્યા છે. આજે પણ ભારતનું લોકસેવા પ્રસારણ દુરદર્શન , ડીડી ન્યુઝ, ડીડી કિશાન, ડીડી ભારતી, ડીડી નેશનલ અને ડીડી રેટ્રો સહિત આપણે સૌ સાથે જોડાયેલા છીએ.
