Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું,'લદ્દાખમાં સૈનિકોનું બલિદાન સર્વોચ્ચ'

Live TV

X
  • ચીનની કાર્યવાહી ભારતને મંજૂર નહિં,-એલએસી પર શાંતિ અને સ્થિરતા માટે બંને દેશો તૈયાર-રાજ્યસભામાં વાયુયાન સંશોધન ખરડો પસાર

    સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં લદ્દાખમાં એલઓસી પર પ્રવર્તી રહેલી સ્થિતી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વાસ્તવિક અંકુશ રેખાને મુદ્દે બંને દેશોમાં મતભેદ છે. બંને દેશો વચ્ચેનો સીમા વિવાદ એક જટિલ સમસ્યા છે.

    તેમણે પોતાના નિવેદન પહેલા કહ્યું હતું કે, 'આ ગરિમાભર્યાં સદનમાં હું મારા સહયોગીઓને લદ્દાખની પૂર્વી સરહદ પર તાજેતરમાં થયેલી ગતિવિધિઓથી પરિચિત કરાવવા સંદર્ભે ઉપસ્થિત થયો છું.'

    તાજેતરમાં બંને દેશો વચ્ચે થયેલી બેઠકોના અનુસંધાનમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે બંને દેશોએ તે વાતનો સ્વીકાર કર્યો છે કે એલએસી પર શાંતિ અને સ્થિરતા જાળવવા પડશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લદ્દાખની મુલાકાત કરી હોવાનો ઉલ્લેખ કરતાં રાજનાથસિંહે એમ પણ જણાવ્યું હતું કે લદ્દાખમાં 48 હજાર કિ.મી. વિસ્તાર પર ચીનનો ગેરકાયદે કબજો છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે લદ્દાખમાં સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

    તેમણે સૈનિકોના બલિદાનની મહિમા કરતાં કહ્યું કે, 'મેં પણ લદ્દાખ જઈને આપણા શૂરવીરો સાથે થોડો સમય પસાર કર્યો છે અને હું આપને જણાવવા માંગુ છું કે, મેં જવાનોના અડગ સાહસ, શૌર્ય અને પરાક્રમની જાતે અનુભૂતિ કરી છે.'

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply