Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ બિહારના વિકાસ અર્થે સાત પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં શહેરી વિસ્તાર અને માળખાગત વિકાસ માટે સાત પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ હતુ. જેમાંની ચાર પરિયોજનાઓ જળાપૂર્તિને લગતી છે, જ્યારે ડ્રેનેજ ઉપચાર, નદી ક્ષેત્રના વિકાસ સાથે જોડાયેલી છે. આ પરિયોજનાઓની કુલ કિંમત 41 કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકારની આ યોજનાને રાજ્ય સરકારના શહેરી વિકાસ અને મકાન વિભાગ અંતર્ગત પાયાગત વિકાસ નિગમ-બુડકો દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી રહી છે.

    પ્રધાનમંત્રીએ અમૃત મિશન અંતર્ગત મુંગેર જળાપૂર્તિ પરિયોજનાની આધારશીલા મુકી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહાર રાજ્યના શહેરી વિસ્તારના પાયા રૂપ વિકાસ માટે ,વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સાત મોટી યોજનાઓનું ઉદ્દઘાટન અને લોકાર્પણ કર્યું હતું.

    આ પ્રસંગે પોતાના સંબોધનમાં ,પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ,આજે જે યોજનાઓનું ઉદ્દઘાટન થયું. તેમા પટના શહેરના બેઉર ,અને કરમ લીચકમાં રીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત ,અમૃત યોજના હેઠળ સીવાન અને છપરામાં પાણી સાથે જોડાયેલા પ્રોજેકટ પણ ,સામેલ છે. આ ઉપરાંત મુંગેર અને જમાલપુરમાં પાણી ની અછત દુર કરવા ,જળ પુર્તી યોજના અને મુજફ્ફરપુરમાં નમામી ગંગે યોજના હેઠળ રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ સ્કીમનો ,સીલાન્યાસ થયો છે.

    શહેરી ગરીબો અને શહેર માં રહેતા ,મધ્યમ વર્ગ ના લોકો નું જીવન ,સરળ બનાવનારી ,આ નવી સુવિધા માટે ,હું તમામ ને, શુભેચ્છા આપુ છું. આજે આ પ્રોજેકટનું ઉદ્દઘાટન એન્જીનીયર દિવસે કરી રહ્યાં છીએ. આજે દેશના મહાન એન્જીનીયર એમ વિશ્વેશ્વરીયાજીની જન્મ જયંતી છે. તેમની સ્મૃતીને સમર્પીત છે. આપણા દેશના એન્જીનીયરોએ દેશ અને દુનિયાના નિર્માણમાં અભુતપૂર્વ યોગદાન ,આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply