Skip to main content
Settings Settings for Dark

ચોમાસુ સત્રનો આજે 3જો દિવસ, આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન વિધેયક 2020 પસાર

Live TV

X
  • આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું એપ્રિલથી દેશમાં આયુર્વેદના ક્ષેત્રમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મળશે મદદ

    સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. ભાજપના સાંસદ અનિલ અગ્રવાલે ચીન અને પાકિસ્તાન સરહદે ઘુસણખોરી મુદે પ્રવર્તી રહેલી સ્થિતી અને તે સમસ્યાનો સામનો કરવા સરકારની સજ્જતા અંગે પુછેલા લેખિત પ્રશ્નના ઉત્તરમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે ચીન સરહદે વીતેલા છ મહિનામાં કોઇ ઘુસણખોરી નથી થઇ. પરંતુ પાકિસ્તાન સરહદે વર્ષ 2020ના આરંભિક છ મહિના દરમિયાન ઘુસણખોરીની 47 ઘટના નોંધાયેલી છે.

    સરકારે જણાવ્યું હતું કે ઘુસણખોરીને રોકવા તમામ મોરચે સરકાર સજ્જ છે. રાજ્યસભામાં આજે આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન વિધેયક 2020 પસાર થયું છે. આ વિધેયક ગુજરાતની ત્રણ આયુર્વેદ સંસ્થાઓના વિલય ઉપરાંત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાનને રાષ્ટ્રીય દરજ્જો આપવાની નેમ ધરાવે છે.

    આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે આ વિધેયક પસાર થતાં આયુર્વેદિક શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદ મળશે. રાજ્યસભામાં ત્યારબાદ આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને કોવિડ-19 અંગે આપેલા નિવેદન અંગે ચર્ચા થઇ હતી. રાજ્યસભામાં હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ -2020 તેમ જ ઇન્ડિયન મેડિસીન કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ પેશ થશે અને તેના વિષે ચર્ચા પણ થશે.

    વિરોધપક્ષ આ બંને વિધેયકનો વિરોધ કરી રહ્યા છે. વિરોધપક્ષ આ બંને વિધેયક વિરૃદ્ધ વૈધાનિક સંકલ્પ રજૂ કરશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે રાજ્યસભામાં પણ એલએસી પર પ્રવર્તી રહેલી સ્થિતી અંગે નિવેદન આપે તેવી શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply