પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં કોઈપણ પડકાર સામે લડવા ભારતીય સેના સજ્જ
Live TV
-
પૂર્વી લદ્દાખ વિસ્તારમાં કોઈપણ પડકારને પહોંચી વળવા માટે ભારતીય સેના અત્યાધુનિક ટેકનિક અને સાધનો સાથે સજ્જ છે. છેલ્લા 20 વર્ષમાં સેનાને દુર્ગમ પહાડી ક્ષેત્રમાં લડાઈ લડવા માટે ઉપયુક્ત રક્ષા ઉપકરણ, ભોજન અને અસ્ત્ર-શસ્ત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
દેશના જવાનો પોતાની માતૃભૂમિની રક્ષામાં લદ્દાખમાં ખડેપગે છે. પૂર્વી ક્ષેત્રમાં સૈનિકોની પસંદગી પણ એવી રીતે જ કરવામાં આવે છે, જે ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ વચ્ચે પોતાનું કર્તવ્ય નિભાવી શકે. આ ક્ષેત્રમાં 20 ડિગ્રી થી પણ નીચે તાપમાન જતું હોવાથી સૈનિકોની પસંદગી એ રીતે જ કરાય છે.
કારગિલ યુદ્ધમાં જીત અને અનુભવ બાદ છેલ્લા 20 વર્ષમાં સેનાએ પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ બનાવવામાં પર્વતીય ક્ષેત્રોમાં યુદ્ધમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી છે. તેના પરિણામ તાજેતરમાં જ પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં જોવા મળ્યા છે.
