દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડને પાર, કુલ 95.50 લાખથી વધુ સાજા થયા
Live TV
-
ભારતમાં કોરોનાના કુલ કેસનો આંક આજે એક કરોડને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 25,152 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1,00,04,599 થઈ છે. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ 95,50,712 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 29,885 લોકો સાજા થયા છે આ સાથે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 95.5 ટકા પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 347 લોકોનાં મોત થયા છે. કરોનાથી થયેલ લોકોના મોતનો આંકડો 1,45,136 થયો છે. આ સાથે કોરોનાથી મોતની ટકાવારી 1.5 ટકા પર પહોંચી છે. હાલ દેશમાં 3,08,751 એક્ટિવ કેસ છે.
ICMRના જણાવ્યા પ્રમાણે દેશનો રિકવરી રેટ ખૂબ સારી રીતે વધી રહ્યો છે. દેશમાં રિકવરી રેટ સક્રિય કેસની સરખામણીમાં 30 ગણો વધારે છે. હાલ કુલ કેસના આશરે 3.14 ટકા જેટલા કેસ એક્ટિવ કેસ છે.