જમ્મુ-કાશ્મીરમાં આજે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આજે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના આઠમા અને અંતિમ તબક્કાનુ મતદાન ચાલી રહ્યું છે. આ સાથે પંચાયતની પેટા ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે. 8મા તબક્કાની આ ચૂંટણીમાં કુલ 28 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે.

આઠમા તબક્કામાં જમ્મુની 15 અને કાશ્મીરની 13 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યુ છે. આ જંગમાં કુલ 168 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આજે કુલ 6.40 લાખ મતદાતાઓ 1703 મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પેટાચૂંટણીની વાત કરીએ તો 84 બેઠકો પર સરપંચો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ સાથે ખાલી પડેલી 285 પંચાયત બેઠકોની પણ ચૂંટણી યોજાઈ રહી છે. 8મા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આગામી 22 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.