દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 13 હજારને પાર, સંક્રમણમાં 24 ટકાનો થયો ઘટાડો
Live TV
-
ભારતમાં રાષ્ટ્રીય સ્તરે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 13 હજાર 835 કેસ પોઝિટીવ નોંધાયા છે, તે પૈકી 11 હજાર 618 કેસ સક્રીય છે. કોરોના સંક્રમણ / દેશમાં કુલ 652 લોકોનો ભોગ લઇ ચુક્યું છે. લોકડાઉનને કારણે કોરોના સંક્રમણ સામે અવરોધ ઉભો કરવામાં મદદ મળી છે. આરોગ્યમંત્રાલયે જણાવ્યું છે કે અન્ય દેશોની તુલનામાં સ્થિતી અંકુશ હેઠળ છે. ભારતમાં સંક્રમણમાં 24 ટકાનો ઘટાડો થયો છે. અર્થાત દેશમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી છે. ભારતમાં 3 લાખ 19 હજાર 400 સેમ્પલ ટેસ્ટ થયા છે. દેશમાં જ્યાં સંક્રમણ કેસ વધુ છે ત્યાં રેપિડ ટેસ્ટિંગ કીટની ફાળવણી થઇ રહી છે. માત્ર 30 જ મીનીટમાં પરીણામ આપી દે તેવી ડાયગ્નોસ્ટીક કીટ તૈયાર કરવા કામ ચાલી રહ્યું છે. વેક્સિન વિકસાવવા આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે કામ ચાલી રહ્યું છે. સરકારે મે મહિના સુધીમાં 10 લાખ રેપિડ ટેસ્ટીંગ કીટ તૈયાર કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે.
