દેશમાં કોરોનાની બીજી લહેરથી આર્થિક સુધારની ઝડપ ઉપર અસર થઈઃ કે.જી. સુબ્રમણ્યમ
Live TV
-
મુખ્ય આર્થિક સલાહકાર કે.જી. સુબ્રમણ્યમે કહ્યું છે કે, દેશમાં કોરોનાની બીજી લહેરથી આર્થિક સુધારની ઝડપ ઉપર અસર પડી છે. જોકે તેની અસર રાજકોષીય અને રોકાણના લક્ષ ઉપર પડશે નહી.
મુખ્ય આર્થિક સલાહકાર કે.જી. સુબ્રમણ્યમે કહ્યું છે કે, દેશમાં કોરોનાની બીજી લહેરથી આર્થિક સુધારની ઝડપ ઉપર અસર પડી છે. જોકે તેની અસર રાજકોષીય અને રોકાણના લક્ષ ઉપર પડશે નહી.
ગયા વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર -7.3 ટકા રહ્યો હતો. આ અંગે મુખ્ય આર્થિક સલાહકાર કે.જી. સુબ્રમણ્યમે કહ્યું છે કે, જુલાઇથી અર્થવ્યવસ્થામાં સુધારાની આશા છે. હવે રાજ્યોએ કોરોનાની સ્થિતિ સુધરતા પ્રતિબંધો ધટાડવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, જીડીપીનાં આંકડા અપેક્ષા મુજબના જ રહ્યાં છે. સુબ્રમણ્યમે કહ્યું છે કે, શેરબજાર ઉચ્ચત્તમ પર છે કેમકે રોકાણકારો જાણે છે કે ભારતીય અર્થવ્યવસ્થા સારૂ પ્રદર્શન કરશે.
સુબ્રમણ્યમે રસીકરણી ઝડપ ઉપર ભાર મુકતા કહ્યું છે કે, દેશમાં ડીસેમ્બર સુધીમાં તમામ લોકોને રસી અપાઇ જશે. જો આપણે દરરોજ લોકોને ત્રણ તબક્કામાં લોકોનું રસીકરણ કરીએ છીએ તો આપણે દરરોજ એક કરોડ લોકોને રસી આપી શકીએ છીએ.
આ દરમિયાન આજે રીઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે દ્વિમાસીક મોનેટરી પોલીસીની જાહેરાત કરી હતી. જેમા રેપોરેટ 4 ટકા જ્યારે રીવર્સ રેપોરેટ 3.35 ટકા યથાવત રાખ્યો છે. તેમણે સંકેત આપ્યો હતો કે, કપરા સમયમાં કપરા નિર્ણય કરાયા છે. તેમણે કહ્યું હતું કે, એપ્રિલ અને મે 2021માં રેલવે ભાડુ, પોર્ટ કાર્ગો, સ્ટીલ અને સિમેન્ટનું ઉત્પાદન, ઈ-વે બિલ અને ટોલ કલેકશન ગત સમયના તે મહિના જેટલુ જ રહયું હતું.
