PM મોદી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદની વર્ચ્યુઅલ બેઠકમાં ઉપસ્થિત રહેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ CSIR સોસાયટીની બેઠકની અધ્યક્ષતા કરશે. વર્ચ્યુઅલ માધ્યમથી આયોજીત આ બેઠકમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગીકી મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહેશે.

CSIR સોસાયટી વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રાલય હેઠળ વૈજ્ઞાનિક અને પ્રોદ્યોગીક અનુસંધાન વિભાગનો ભાગ છે. સી.એસ.આઇ.આર સોસાયટી દેશભરમાં ફેલાયેલી 37 પ્રયોગશાળા અને 39 આઉટ-રીચ કેન્દ્રો દ્વારા કામ કરે છે. આ વાર્ષિક બેઠકમાં જાણીતા વૈજ્ઞાનિક, ઉદ્યમી અને વરિષ્ઠ અધિકારી પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજુ કરાયેલા બજેટમાં નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન માટે 50 હજાર કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે આગામી 5 વર્ષમાં ફકત રીસર્ચમાં સરકાર 50 હજાર કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે. જેનાથી વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને મદદ મળી શકશે જેઓ રીસર્ચ કરવા ઇચ્છે છે.