ભારતમાં આજે 1.32 લાખ નવા કોરોના કેસ નોંધાયા, 2 લાખથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા
Live TV
-
ભારતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,32,364 કેસ નોંધાયા હતા જ્યારે 2,07,071 દર્દી સાજા થયા હતા.
ભારતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,32,364 કેસ નોંધાયા હતા જ્યારે 2,07,071 દર્દી સાજા થયા હતા. તો 24 કલાકમાં 2713 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે દેશમાં કુલ 2,85,74,350 કોરોના કેસ નોંઘાઈ ચુક્યા છે. જેમાંથી કુલ 2,65,97,655 સ્વસ્થ થયા છે. દેશમાં હાલ 16,35,993 સક્રિય કેસ છે જે સારવર હેઠળ છે. અત્યાર સુધી કુલ 3,40,702 દર્દીઓનાં મોત થઈ ચુક્યા છે. તમિલનાડુ અને કેરળમાં સૌથી વધુ કોરોના કેસ છે. 3 જૂને 20,75,428 લોકોના કોરોના ટેસ્ટ થયા હતા. અત્યાર સુધી 35,74,33,846 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે.
આ સાથે કોરોના રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 28,75,286 લોકોને કોરોનાની રસી અપાઈ છે અને દેશમાં અત્યાર સુધી 22,41,09,448 લોકોને રસી અપાઈ ચુકી છે.
