બાયોલોજીકલ-ઈ દ્વારા બની રહેલી સ્વદેશી કોરોના રસીના 30 કરોડ ડોઝ માટે આરોગ્ય મંત્રાલયે કરાર કર્યો
Live TV
-
હૈદરાબાદ સ્થિતિ ફાર્મા કંપની Biological-E દ્વારા બનાવાયેલ કોરોના રસી હાલ ટ્રાયલના ત્રીજા ફેઝમાં છે. આ રસીના 30 કરોડ ડોઝ માટે સરકારે કંપની સાથે કરાર કર્યા છે
હૈદરાબાદ સ્થિતિ ફાર્મા કંપની Biological-E દ્વારા બનાવાયેલ કોરોના રસી હાલ ટ્રાયલના ત્રીજા ફેઝમાં છે. આ રસીના 30 કરોડ ડોઝ માટે સરકારે કંપની સાથે કરાર કર્યા છે અને રસીના ઉત્પાદન માટે 1500 કરોડ રુપિયાની ચૂકવણી કરવાનું નક્કી કર્યુ છે.
ભારતમાં હાલ કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક-વી એમ કુલ ત્રણ કોરોના રસીને મંજૂરી મળી છે ત્યારે કોરોના રસીના ડોઝની અછતને દૂર કરવા માટે સરકાર કામ કરી રહી છે. હૈદરાબાદની કંપની Biological-E એ બનાવેલી કોરોના રસી ટ્રાયલના ત્રીજા ફેઝમાં છે અને અત્યાર સુધી ફેઝ 1 અને 2 માં થયેલા ટ્રાયલના સારા પરીણામો બતાવ્યા છે. આવનારા મહિનાઓમાં આ રસીને મંજૂર મળવાની પુરતી શક્યાતાઓ છે.
Biological-E એ બનાવેલી આ રસીના ઉત્પાદનમાં મદદરુપ થવા માટે સરકારે 1500 કરોડ રુપિયા ચુકવી રહી છે. ઓગષ્ટ થી ડિસેમ્બર મહિનામાં રસીના 30 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. ભારત સરકાર હાલ વેક્સિન બનાવી રહેલી સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન આપી રહી છે જે હેઠળ 1500 કરોડ રુપિયા Biological-E કંપનીને ગ્રાન્ટ-ઈન-એઈડ હેઠળ અપાશે.
