દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે મૉડલ ભાડુઆત કાયદાને રાજ્યો અને કે.શા.પ્રદેશોમાં પ્રસાર કરવા માટે મંજૂરી આપી
Live TV
-
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યુ હતું કે મૉડલ ભાડુઆત કાયદો પડછાયામાં રહેલા ભાડા-પટ્ટાના મકાનોના માર્કેટને સામાન્ય બનાવી દેશે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યુ હતું કે, મૉડલ ભાડુઆત કાયદો પડછાયામાં રહેલા ભાડા-પટ્ટાના મકાનોના માર્કેટને સામાન્ય બનાવી દેશે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરીએ વધુમાં જણાવ્યુ હતું કે, આ કાયદાનો અમલ થવાથી મકાનમાલિકોને તેમના ઘર-મિલકતને ભાટા-પટ્ટે આપવામાં વધુ આત્મવિશ્વાસ અપાવશે. આ કાયદાથી બે ફાયદા થશે, જે મિલકત નિષ્ક્રિય રીતે પડી હતી તે માલિક માટે વળતર આપતું સાધન બનશે અને બીજું એ કે લોકો વાણિજ્યક અને રહેઠાણના વપરાશ માટે નવી બિલ્ડીંગ બનાવશે.
મૉડલ ભાડુઆત કાયદો શહેર, ગ્રામિણ, રહેણાંક, વાણિજ્યક સંપત્તિઓને ભાડા-પટ્ટા પર આપવામાંનું એક માળખું પુરુ પાડશે. આ કાયદો એક લેખિત કરાર હશે જે માલિક અને ભાડૂઆત વચ્ચે સંપત્તિને ભાડા-પટ્ટે આપવાની શરતોની સમજૂતી હશે. આ કાયદાની નવી વિશેષતા એ છે કે, આ કાયદા હેઠળ એક સમય મર્યાદામાં ઝડપથી ફરિયાદના નિવારણ લાવી શકાશે.
