Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CBSE ના વિદ્યાર્થીઓ સાથે કર્યો વર્ચ્યુઅલ સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ અનેક મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતા નહીં કરવાની સલાહ આપી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય જ જીવન છે તેવું પણ જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને એ પણ પૂછ્યું હતું કે તેઓ પરીક્ષા રદ થયા પછી સમય કેવી રીતે પસાર કરશો. ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને જોતાં અમે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે. તો વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply