દેશમાં કોરોનાનો રિક્વરી રેટ વધ્યો, મૃત્યુ દર 1.44 ટકા
Live TV
-
દેશમાં હાલ કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં છે. સાત મહિના બાદ હવે કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા 10 હજારથી ઓછી છે. જૂન બાદ પ્રથમ વખત દેશમાં 9,102 કેસ સામે આવ્યા છે.
દેશમાં હાલ કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં છે. સાત મહિના બાદ હવે કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા 10 હજારથી ઓછી છે. જૂન બાદ પ્રથમ વખત દેશમાં 9,102 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 170 લોકોનાં મોત થયા છે. તમામ રાજ્યોમાં રિકવરી રેટ વધી રહ્યો છે, અને મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલ દેશમાં મૃત્યુદર 1.44 ટકા છે. દેશમાં રસીકરણ મહાઅભિયાન શરૂ થયું, ત્યારથી લઈને અત્યાર સુધીમાં 20 લાખથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે.
