Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના રસીકરણની ગતિ ઝડપથી વધારવા માટે સરકારે ફાઇઝર અને મોડર્ના સહિત ઘણી વિદેશી રસીઓને સરકારે આપી છૂટ

Live TV

X
  • ભારત સરકારે 31 ડિસેમ્બર 2021 સુધીમાં તમામ નાગરિકોને કોવિડ-19 વેક્સિન ડોઝ આપી દેવાનું લક્ષ્ય રાખ્યું છે. રસીકરણને વેગ આપવા સરકાર સતત નવા પગલાં લઇ રહી છે. એવામાં ફાઇઝર અને મોડર્ના જેવી વિદેશી વેક્સિનનો ભારત આવવાનો રસ્તો હવે સાફ થઇ ગયો છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ફાઇઝર અને મોડર્ના વેક્સિન માટે અલગથી સ્થાનિક ટ્રાયલની શરતોને દૂર કરી દીધી છે. બંને વેક્સિનને વિશ્વ આરોગ્ય સંગઠન અને FDA દ્વારા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઇ ચુકી છે. મહત્વનું છે કે, પ્રારંભમાં 100 લોકોને રસી આપ્યા પછી સાત દિવસ સુધી તેમના પર નજર રાખવામાં આવશે , તે પછી બંને વેક્સિનને રસીકરણ અભિયાનમાં સામેલ કરી દેવામાં આવશે. વેક્સિનની ઉપલબ્ધતા વધારવા આરોગ્ય મંત્રાલયે હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજીકલ-ઇ કંપની સાથેની વ્યવસ્થાને પણ અંતિમ ઓપ આપી દીધો છે. કંપની દ્વારા તૈયાર થયેલી વેક્સિનની હાલમાં ફેઝ - ત્રણ ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહી છે. કંપની પાસેથી 30 કરોડ વેક્સિન ડોઝ મેળવવા આરોગ્ય મંત્રાલય રૂપિયા 1500 કરોડનું એડવાન્સ પેમેન્ટ કરશે..જેથી બે થી ત્રણ મહિનામાં વેક્સિનનું ઉત્પાદન અને ભંડારણ શરૂ થઇ જશે. તો બીજીતરફ  કો-વેક્સિનને DCGIની મંજૂરી મળતા 11 મેથી એમ્સ પટણા ખાતે બાળકો પર ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply