દેશમાં કોરોનાના નવા 1.34 લાખ કેસ નોંધાયા
Live TV
-
દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. બુધવારે દેશમાં સતત છઠ્ઠા દિવસે સંક્રમણના નવા કેસ બે લાખથી ઓછા નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 34 હજાર 154 નવા કેસ નોંધાયા હતા, તો દેશમાં કુલ સક્રીય કેસની સંખ્યા 17 લાખ 13 હજાર 413 છે. જેથી દેશમાં રીકવરી રેટ વધીને 92.79 ટકા થયો છે. તો, આ સાથે બે હજાર 887 મૃત્યુ નોંધાતાં મૃત્યુદર 1.19 ટકા નોંધાયો છે.દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2,31,456 લોકો સ્વસ્થ બન્યા. દેશમાં દૈનિક પોઝિટિવિટી દર ઘટીને 6.57 ટકા, તો સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 8.21 ટકા થઇ ગયો છે. આ દરમિયાન દેશમાં ટેસ્ટિંગ ક્ષમતા પણ વધી છે. દેશભરમાં કુલ 21.59 કરોડ લોકોનું ટેસ્ટિંગ થઇ ચુક્યું છે. મહત્વનું છે કે, હવે તમે ઘેરબેઠા જ કોવિડ -19 ટેસ્ટ કરી શકાય છે. ICMR એ એક વધુ હોમ બેઝડ કોરોના ટેસ્ટ કીટને મંજૂરી આપી દીધી છે. પેનબાયો તે રેપિડ એન્ટિજન ટેસ્ટ કીટ છે.દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 17,93,645 અને દેશમાં અત્યાર સુધીમાં કુલ 21,85,46,667 લોકોને રસી અપાઈ
