Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના વાયરસના નવા 73,642 કેસ નોંધાયા

Live TV

X
  • દેશમાં કુલ 31 લાખ 80 હજાર 865 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. તો બીજી તરફ રીકવરી રેટ વધીને 77.32 ટકા પર પહોંચ્યો

    દેશભરમાં શનિવારે કુલ 73 હજાર 642 કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધી દેશમાં કુલ 31 લાખ 80 હજાર 865 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. તો બીજી તરફ રીકવરી રેટ વધીને 77.32 ટકા પર પહોંચ્યો છે. સારી બાબત એ છે, કે મૃત્યું આંક ઘટીને 1.72 ટકા પર પહોચ્યો છે. વીતેલા 24 કલાકમાં કુલ 1 હજાર 65 લોકોના મૃત્યુ થયા હતા. કોરોના વાયરસે દેશભરમાં અત્યાર સુધીમાં , કુલ 70 હજાર 626 લોકોનો ભોગ લીધો છે. હાલ દેશમાં કોરોના સક્રીય કેસોની સંખ્યા 8 લાખ 62 હજાર 320 છે. I.C.M.R. ના જણાવ્યા મુજબ દેશમાં કુલ 4 કરોડ 88 લાખ થી વધુ સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે. આ પૈકી 10 લાખ 92 હજાર 654 કોરોના ટેસ્ટ , માત્ર ગઇકાલે થયા હતા. દેશમાં સંક્રમણ મોરચે મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે સંક્રમણના 20 હજાર 489 કેસ સામે આવ્યા હતા. તો મહારાષ્ટ્રમાં શનિવારે 312 લોકોના મૃત્યુ નોંધાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply