કેન્દ્ર સરકારે જાહેર કર્યું ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગ, ગુજરાત 10મા નંબરે
Live TV
-
આંધ્રપ્રદેશ પ્રથમ, ઉત્તર પ્રદેશ બીજા અને તેલંગણા ત્રીજા સ્થાને
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ તેમ જ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિષયે રાજ્યોની રેન્કિંગ જારી કરી હતી. વર્ષ 2019 માટેના પ્રથમ સ્થાને આંધ્રપ્રદેશ , બીજા સ્થાને ઉત્તર પ્રદેશ તો ત્રીજા સ્થાને તેલંગાણા રહ્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ મુદ્દે મધ્ય પ્રદેશે ચોથું સ્થાન હાંસલ કરેલું છે. વર્ષ 2018ના મુકાબલે મધ્યપ્રદેશ રેન્કિંગમાં ત્રણ સ્થાન ઉપર આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય નાણા મંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો આર્થિક સુધારા માટે પ્રતિબદ્ધ હોવાને કારણે ભારત વિશ્વમાં રોકાણ માટેના કેન્દ્ર તરીકે સામે આવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલે આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે બહેતર તાલમેલના કારણે ભારત પાંચ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ 2024-25 સુધીમાં ભારત તે લક્ષ્યને હાંસલ પણ કરી લેશે. તેમણે કહ્યું કે ભારતમાં 24 ઉત્પાદન ક્ષેત્રની ઓળખ કરી લેવામાં આવી છે. આ ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં રૂપિયા 20 લાખ કરોડથી વધુના ઉત્પાદનની સંભાવના છે.
