Skip to main content
Settings Settings for Dark

12 સપ્ટેમ્બરથી પાટા પર દોડશે વધુ 80 સ્પેશિયલ ટ્રેન, 10 સપ્ટેમ્બરથી બુકિંગ

Live TV

X
  • લોકડાઉન દરમિયાન બંધ થયેલી દિલ્લી, નોઈડા, હૈદરાબાદ, અમદાવાદ અને બૈંગાલુરુ સહિત અનેક જગ્યાઓ પર મેટ્રો સેવાઓની પણ આવતીકાલથી થશે શરૂઆત

    ભારતીય રેલવેએ પ્રવાસીઓને ખુશખબર આપ્યા છે. ભારતીય રેલવે 12 સપ્ટેમ્બરથી 40 રૂટ પર વિશેષ ટ્રેન સેવા શરૂ કરવા જઇ રહી છે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે ટ્વીટ કરીને આ જાણકારી આપતાં ટ્રેનની યાદી પણ જારી કરી હતી. 12 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહેલી 40 ટ્રેનનું બુકિંગ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સ્પેશ્યલ ટ્રેન દેહરાદૂન, અજમેર,જયપુર , જબલપુર, પ્રયાગરાજ, ભાગલપુર, ગોરખપુર, ગ્વાલિયર, ઝફરપુર સહિત દેશના વિવિધ વિસ્તારને જોડવાનો પ્રયાસ કરશે. રેલવે દ્વારા આ પહેલાં 12 મેથી 30 રાજધાની સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું શરૂ કર્યું હતું. પહેલી જૂનથી 200 વિશેષ ટ્રેન શરૂની રેલ્વેએ પ્રવાસીઓની મુશ્કેલીઓમાં ઘટાડો કરવા પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત રેલવે દ્વારા 1 મે શ્રમિક દિવસના પ્રસંગે શ્રમિક વિશેષ ટ્રેન દોડાવીને લાખો શ્રમિકોને તેમના ઘરો સુધી પહોંચાડ્યા હતા. કાર્ગો પાર્સલ ટ્રેનનું સંચાલન કરીને રેલવેએ લોકડાઉનમાં દેશભરમાં જીવન રક્ષક દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી હતી. કોરોના વાયરસને કારણે બંધ પડેલી મેટ્રો સેવા આવતીકાલથી ફરી શરૂ થવા જઇ રહી છે. કર્ણાટક સરકાર દ્વારા સંચાલિત બેંગલુરૂ મેટ્રો સેવા પણ આવતીકાલથી શરૂ થશે. બેંગ્લોર મેટ્રો પણ દિવસમાં બે શિફ્ટમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. દિલ્હીની જીવાદોરી સમાન મેટ્રોસેવા પણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હી મેટ્રોને ત્રણ તબક્કે શરૂ કરવામાં આવશે. મેટ્રોમાં પ્રવાસ માટે લોકોને માસ્ક ધારણ કરીને સોસિયલ ડિસ્ટન્સ જાળવવું અનિવાર્ય છે. પ્રવાસ માટે ઓનલાઇન ચુકવણી કરવાની રહેશે. પ્રવાસી માત્ર સ્માર્ટકાર્ડની મદદથી પ્રવાસ કરી શકશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply